Skip to content
BibleKenya

2 કાળ.

2 Chronicles

Introduction from this edition

2 કાળવૃતાંત

લેખક

યહૂદી પરંપરા એઝરા શાસ્ત્રીને લેખક માને છે. 2 કાળવૃતાંતની શરૂઆત સુલેમાનના રાજશાસનના હેવાલથી શરૂ થાય છે. સુલેમાનના મૃત્યુ બાદ રાજ્યના ભાગલા થયા હતા. 2 કાળવૃતાંત કે જે 1 કાળવૃતાંતનું સાથી પુસ્તક છે તે સુલેમાનના રાજ્યથી બાબિલના બંદીવાસ સુધીનો હિબ્રૂ લોકોનો ઇતિહાસ જણાવવાંનું ચાલુ રાખે છે.

લખાણનો સમય અને સ્થળ

લખાણનો સમય અંદાજિત ઇ.પૂ. 450 થી 425 વચ્ચેનો છે.

જો કે કાળવૃતાંતોના લખાણોનો સમય બાબિલના દેશનિકાલમાંથી ઇઝરાયલના પાછા ફરવા બાદનો છે તો પણ તે નક્કી કરવો ખૂબ જ કઠીન છે.

વાંચકવર્ગ

પ્રાચીન યહૂદી લોકો તથા ત્યાર બાદના બાઇબલના બધા જ વાંચકો.

હેતુ

2 કાળવૃતાંતનું પુસ્તક મોટાભાગે 2 શમુએલ તથા 2 રાજાના પુસ્તકોની માહિતી સમાન જ માહિતી આવરે છે. 2 કાળવૃતાંતનું પુસ્તક તે સમયગાળાના યાજકીય પાસા પર વધારે દ્રષ્ટિ કરે છે. 2 કાળવૃતાંતનું પુસ્તક મૂળભૂત રીતે રાષ્ટ્રના ધાર્મિક ઇતિહાસનું મૂલ્યાંકન છે.

મુદ્રાલેખ

ઇઝરાયલનો ધાર્મિક વારસો

રૂપરેખા

1. સુલેમાન હેઠળ ઇઝરાયલનો ઇતિહાસ — 1:1-9:31

2. રહાબઆમ થી આહાઝ — 10:1-28:27

3. હિઝિકયાથી યહૂદાનો અંત — 29:1-36:23

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019. Copyright © 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.