Skip to content
BibleKenya

ગણ.

Numbers

Introduction from this edition

ગણના

લેખક

યહૂદી અને ખ્રિસ્તી સાર્વત્રિક પરંપરા મૂસાને ગણનાના પુસ્તકનો લેખક ગણે છે. આ પુસ્તકમાં ઘણા આંકડાઓ, વસ્તી ગણતરીઓ, કુળો અને યાજકોના આંકડાઓ તથા બીજી આંકડાકીય માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગણનાનું પુસ્તક 38 વર્ષનો ગાળો એટલે કે નિર્ગમન પછીના બીજા વર્ષથી લઈને એટલે કે જ્યારે તે પ્રજાએ સિનાઈ પર્વત પાસે છાવણી કરી હતી ત્યારથી લઈને નિર્ગમન પછીના ચાલીસમાં વર્ષ સુધી એટલે કે જ્યારે નવી પેઢી વચનના દેશમાં પ્રવેશવા તૈયાર હતી તે ગાળો આવરે છે. વધુમાં, આ પુસ્તક ફક્ત બીજા વર્ષની ઘટનાઓ તથા ચાલીસમાં વર્ષની ઘટનાઓની જ વિગતો આપે છે અને લોકોના લગભગ આડત્રીસ વર્ષના અરણ્યમાં ભટકવાના સમય વિષે કંઈ જ જણાવતું નથી.

લખાણનો સમય અને સ્થળ

લખાણનો સમય અંદાજિત ઇ.પૂ. 1446 થી 1405 વચ્ચેનો છે.

આ પુસ્તકની ઘટનાઓની શરૂઆત ઇઝરાયલીઓ મિસરમાંથી નીકળ્યા તેના બીજા વર્ષ બાદ થઈ કે જ્યારે તેઓએ સિનાઈ પર્વત પાસે છાવણી કરી હતી.

વાંચકવર્ગ

ગણનાનું પુસ્તક ઇઝરાયલી લોકોને તેઓની વચનના દેશ તરફની મુસાફરીનો અહેવાલ આપવા લખવામાં આવ્યું હતું, પણ તે બાઇબલના ભવિષ્યના વાંચકોને પણ યાદ કરાવે છે કે જ્યારે આપણે સ્વર્ગ તરફ મુસાફરી કરીએ છીએ ત્યારે ઈશ્વર આપણી સાથે છે.

હેતુ

જ્યારે બીજી પેઢી વચનના દેશમાં પ્રવેશવા તૈયાર હતી (ગણના 33:2) ત્યારે મૂસાએ ગણનાનું પુસ્તક તે પેઢીને વિશ્વાસ દ્વારા ઈશ્વરના વચનનો દેશ લેવા ઉત્તેજન આપવા લખ્યું. ગણનાનું પુસ્તક ઈશ્વરનું આ રાષ્ટ્ર પ્રત્યેનું બિનશરતી વિશ્વાસુપણું પણ પ્રદર્શિત કરે છે. જ્યારે પ્રથમ પેઢી કરારના આશીર્વાદોને નકારે છે ત્યારે ઈશ્વર કરાર પ્રત્યે વિશ્વાસુ છે. તેઓની ફરિયાદો અને બળવો કર્યા છતાં, તેઓ હજુ પણ રાષ્ટ્રને આશીર્વાદ આપે છે અને દેશ આપવાનું વચન બીજી પેઢી માટે પરિપૂર્ણ કરે છે.

મુદ્રાલેખ

મુસાફરીઓ

રૂપરેખા

1. વચનના દેશમાં જવા તૈયારી — 1:1-10:10

2. સિનાઈથી કાદેશ સુધીની મુસાફરી — 10:11-12:16

3. બળવાને પરિણામે વિલંબ — 13:1-20:13

4. કાદેશથી મોઆબના મેદાનો સુધી મુસાફરી — 20:14-22:1

5. વચનનો દેશ પામવાની અપેક્ષા સાથે ઇઝરાયલ મોઆબ દેશમાં — 22:2-32:42

6. વિવિધ બાબતો વિશેના પરિશિષ્ટો — 33:1-36:13

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019. Copyright © 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.