યોહ.
John
Introduction from this edition
યોહાનની લખેલી સુવાર્તા
લેખક
યોહાન 21:20,24 દ્વારા સ્પષ્ટ થાય છે તે પ્રમાણે ઝબદીનો દીકરો યોહાન આ સુવાર્તાનો લેખક છે. આ સુવાર્તા ઈસુ જે શિષ્યને પ્રેમ કરતા હતા તેના દ્વારા લખાઈ છે અને યોહાન પોતાનો ઉલ્લેખ “એ શિષ્ય કે જેને ઈસુ પ્રેમ કરતા હતા” તે રીતે કરે છે. તેને તથા તેના ભાઈ યાકૂબને “ગર્જનાના દીકરા” કહેવામાં આવ્યા છે (માર્ક 3:17). તેમની પાસે ઈસુના જીવનની ઘટનાઓને નિહાળવા અને તેઓ વિષે સાક્ષી આપવાનો બેજોડ વિશેષાધિકાર હતો.
લખાણનો સમય અને સ્થળ
લખાણનો સમય અંદાજિત ઇ.સ. 50 થી 90 ની આસપાસનો છે.
યોહાનની સુવાર્તા એફેસસમાં લખાઈ હોય શકે છે. લખાણના બીજા ચાવીરૂપ સ્થળો યહૂદિયાનો ગ્રામ્યપ્રદેશ, સમરૂન, ગાલીલ, બેથાનિયા અને યરુશાલેમ હોય શકે છે.
વાંચકવર્ગ
યોહાનની સુવાર્તા યહૂદીઓ માટે લખવામાં આવી હતી. આ સુવાર્તા યહૂદીઓને ઈસુ મસીહા છે તે સાબિત કરવા લખવામાં આવી હતી. જે માહિતી તે પૂરી પાડે છે તે એ છે કે તેઓ વિશ્વાસ કરે કે ઈસુ એ જ ખ્રિસ્ત છે અને તે વિશ્વાસ કરવાથી તેઓ ઈસુના નામમાં અનંતજીવન પામે.
હેતુ
યોહાનની સુવાર્તાનો હેતુ “ખ્રિસ્તીઓને તેઓના વિશ્વાસમાં દ્રઢ અને સુરક્ષિત કરવાનો હતો, જેમ 20:31 માં સ્પષ્ટ કરવામાં આવ્યું છે તેમ “પણ આ લખવામાં આવ્યું છે કે જેથી તમે વિશ્વાસ કરો કે ઈસુ એ જ ખ્રિસ્ત એટલે કે ઈશ્વરપુત્ર છે, અને તે વિશ્વાસ કરવા દ્વારા તમે તેમના નામમાં અનંતજીવન પામો.” યોહાને ઈસુ કે જેમણે બધી જ બાબતોને ઉત્પન્ન કરી છે (1. 3) તેમને ઈશ્વર તરીકે સ્પષ્ટ રીતે જાહેર કર્યા છે (1. 1). તેઓ અજવાળું (1. 4, 8.12) તથા જીવન (1. 4, 5.26, 14.6) છે. યોહાનની સુવાર્તા ઈસુ ખ્રિસ્ત ઈશ્વરપુત્ર છે તે સાબિત કરવા લખવામાં આવી હતી.
મુદ્રાલેખ
ઈસુ ઈશ્વરના પુત્ર
રૂપરેખા
1. જીવનના નિર્માતા ઈસુ — 1:1-18
2. પ્રથમ શિષ્યનું તેડું — 1:19-51
3. ઈસુનું જાહેર સેવાકાર્ય — 2:1-16:33
4. પ્રમુખ યાજક તરીકેની પ્રાર્થના — 17:1-26
5. ઈસુનું ક્રૂસારોહણ અને જીવનોત્થાન — 18:1-20:10
6. ઈસુનું જીવનોત્થાન બાદનું સેવાકાર્ય — 20:11-21:25
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019. Copyright © 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.