Skip to content
BibleKenya

પ્રે.કૃ.

Acts

Introduction from this edition

પ્રેરિતોનાં કૃત્યો

લેખક

આ પુસ્તકનો લેખક લૂક વૈદ છે. પ્રેરિતોનાં કૃત્યોનાં ઘણાં બનાવોનો લૂક પ્રત્યક્ષ સાક્ષી હતો અને તે તેના ઘણાં સત્રોમાંના “અમે” શબ્દના ઉપયોગ દ્વારા સાબિત થાય છે (16:10-17; 20:5-21:18; 27:1-28:16). પારંપારિક રીતે તેને બિનયહૂદી માનવામાં આવે છે અને મૂળભૂત રીતે તે સુવાર્તા પ્રચારક હતો.

લખાણનો સમય અને સ્થળ

લખાણનો સમય અંદાજિત ઇ.સ. 60 થી 63 ની વચ્ચેનો છે.

લખાણનાં ચાવીરૂપ સ્થળો યરુશાલેમ, સમરૂન, લોદ, જોપ્પા, અંત્યોખ, ઇકોનિયા, લુસ્ત્રા, દર્બે, ફિલિપ્પી, થેસ્સલોનિકા, બરૈયા, આથેન્સ, કરિંથ, એફેસસ, કાઈસારિયા, માલ્ટા તથા રોમ હોય શકે છે.

વાંચકવર્ગ

લૂકે આ પુસ્તક થિયોફિલને લખ્યું હતું (1:1). દુઃખદ વાસ્તવિક્તા એ છે કે થિયોફિલ કોણ હતો તે વિષે વધારે માહિતી મળતી નથી. કેટલીક સંભાવનાઓ એ છે કે તે લૂકનો આશ્રયદાતા હતો અથવા તો થિયોફિલ નામ (જેનો અર્થ “ઈશ્વર પ્રેમી” થાય છે) નો સાર્વત્રિક ઉપયોગ બધા જ ખ્રિસ્તીઓનો ઉલ્લેખ કરવા થાય છે.

હેતુ

પ્રેરિતોનાં કૃત્યોનો હેતુ મંડળીનો જન્મ અને વિકાસનું વર્ણન કરવાનો છે. તે યોહાન બાપ્તિસ્મી, ઈસુ અને બાર શિષ્યોએ સુવાર્તાઓમાં શરૂ કરેલ સંદેશને આગળ ધપાવે છે. તે, પેન્ટીકોસ્ટના દિવસે પવિત્ર આત્માનું આગમન થયું ત્યારથી લઈને ખ્રિસ્તી વિશ્વાસના પ્રસારનો હેવાલ આપે છે.

મુદ્રાલેખ

સુવાર્તાનો પ્રસાર

રૂપરેખા

1. પવિત્ર આત્માનું વચન — 1:1-26

2. પેન્ટીકોસ્ટ: પવિત્ર આત્માનું પ્રગટીકરણ — 2:1-4

3. પિતરના સેવાકાર્ય દ્વારા મંડળીનો જન્મ — 2:5-8:3

4. મંડળીનો ફેલાવો યહૂદિયા અને સમરૂનમાં — 8:4-12:25

5. ખ્રિસ્ત વિશ્વાસનો દુનિયાના દૂરના ભાગોમાં પ્રસાર — 13:1-28:31

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019. Copyright © 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.