2 પિત.
2 Peter
Introduction from this edition
પિતરનો બીજો પત્ર
લેખક
1:1 માં દર્શાવ્યા પ્રમાણે આ પત્રનો લેખક પ્રેરિત પિતર છે. 3:1 માં તે આ પત્ર લખવાનો દાવો કરે છે. આ પત્રનો લેખક ઈસુના રૂપાંતરનો સાક્ષી હોવાનો દાવો કરે છે (1:16-18) અને સામાન્ય સુવાર્તા પ્રમાણે પિતર, જેઓ ઈસુ સાથે પહાડ પર ગયા હતા તે ત્રણમાંનો એક શિષ્ય હતો (બીજા બે શિષ્યો યાકૂબ અને યોહાન હતા). આ પત્રનો લેખક એ તથ્યનો ઉલ્લેખ પણ કરે છે કે તે શહીદ તરીકેનું મૃત્યુ પામવાનો હતો (1:14); અને યોહાન 21:18-19 માં, ઈસુ ભવિષ્યવચન કહે છે કે પિતર બંદીવાસના કેટલાક સમય પછી શહીદ થશે.
લખાણનો સમય અને સ્થળ
લખાણનો સમય અંદાજિત ઇ.સ. 65 થી 68 ની વચ્ચેનો છે.
તે કદાચને રોમ શહેરમાંથી લખાયો હતો કે જ્યાં પ્રેરિતે તેના જીવનના અંતિમ વર્ષો ગુજાર્યા હતા.
વાંચકવર્ગ
આ પત્ર પણ પિતરના પહેલા પત્રના શ્રોતાઓની જેમ એટલે કે ઉત્તરીય લઘુ-આસિયાના લોકોને લખાયો હોય શકે છે.
હેતુ
પિતરે આ પત્ર ખ્રિસ્તી વિશ્વાસનો પાયો યાદ કરાવવા (1:12-13,16-21) અને વિશ્વાસની પ્રેરિતોની પરંપરાનું સમર્થન કરતાં ભવિષ્યની પેઢીઓને વિશ્વાસમાં બોધ આપવા (1:15) લખ્યો હતો. તેને ખબર હતી કે તેનો મૃત્યુકાળ પાસે હતો અને ઈશ્વરના લોકો ઘણા જોખમોનો સામનો કરી રહ્યા હતા (1:13-14; 2:1-3). તેણે લોકોને આવનાર જૂઠા શિક્ષકો (2:1-22) વિષે ચેતવણી આપવા લખ્યું હતું કે જેઓ પ્રભુના થોડા જ સમયમાં થનારા પુનરાગમનનો નકાર કરતા હતા (3:3-4).
મુદ્રાલેખ
જૂઠા શિક્ષકો વિરુદ્ધ ચેતવણી
રૂપરેખા
1. અભિવાદન — 1:1, 2
2. ખ્રિસ્તી સદગુણોમાં વૃદ્ધિ — 1:3-11
3. પિતરના સંદેશનો હેતુ — 1:12-21
4. જૂઠા શિક્ષકો વિરુદ્ધ ચેતવણી — 2:1-22
5. ખ્રિસ્તનું પુનરાગમન — 3:1-16
6. સમાપન — 3:17, 18
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019. Copyright © 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.