2 યોહ.
2 John
Introduction from this edition
યોહાનનો બીજો પત્ર
લેખક
પત્રનો લેખક યોહાન પ્રેરિત છે. 1:1 માં તે પોતાને વડીલ તરીકે વર્ણવે છે. પત્રનું શીર્ષક યોહાનનો બીજો પત્ર એવું છે. તે ત્રણ પત્રોની શ્રેણી કે જે યોહાનના નામે છે તેનો બીજો પત્ર છે. આ પત્રનું ધ્યાન જૂઠા શિક્ષકો પર કેન્દ્રિત છે કે જેઓ લોકોનું બદલાણ કરવા માંગતા હતા અને પોતાની મુરાદો પાર પાડવા ખ્રિસ્તી અથિતિ સત્કારનો ફાયદો ઉઠાવતા યોહાનના સભાગણોમાં મુસાફરી કરતાં હતા.
લખાણનો સમય અને સ્થળ
લખાણનો સમય અંદાજિત ઇ.સ. 85 થી 95 ની વચ્ચેનો છે.
લખાણનું સ્થળ સંભવિત રીતે એફેસસ હતું.
વાંચકવર્ગ
આ પત્ર એક મંડળીને સંબોધિત કરવામાં આવ્યો છે જેની ઓળખ પ્રિય બહેન તથા તેના બાળકો એવી રીતે આપવામાં આવી છે.
હેતુ
યોહાને તેનો બીજો પત્ર આ “સ્ત્રી તથા તેના બાળકો” ના વિશ્વાસુપણાની પ્રસંશા કરવા માટે તથા તેને પ્રેમમાં વર્તવા અને પ્રભુની આજ્ઞાઓ પાળવાનું ઉત્તેજન આપવા લખ્યો હતો. તે તેને જૂઠા શિક્ષકો વિરુદ્ધ ચેતવણી આપે છે અને જણાવે છે કે તે તેઓની મુલાકાત બહુ જલદી લેવાનો હતો. યોહાન તે સ્ત્રીની “બહેન” નું પણ અભિવાદન કરે છે.
મુદ્રાલેખ
વિશ્વાસીની પરખ
રૂપરેખા
1. અભિવાદન — 1:1-3
2. પ્રેમમાં સત્યની જાળવણી — 1:4-11
3. ચેતવણી — 1:5-11
4. અંતિમ અભિવાદન — 1:12,13
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019. Copyright © 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.